close
Social

ચાલો મતદાન કરીએ. 5 ડિસેમ્બર 2022

ચાલો મતદાન કરીએ

5 ડિસેમ્બર 2022

નમસ્કાર.

લોકશાહીનું પ્રથમ સોપાન એ મતદાન છે. ભારતના બંધારણ મુજબ નાગરિકને ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો હક મળે છે તો સામે મતદાન કરવું તે પણ તમામ મતદારની સામાજિક અને નૈતિક ફરજ બને છે. ૧૦૦ ટકા મતદાન થવું અઘરું છે પરંતુ ૮૦ ટકા સુધી તેને લઈ જઈ શકાય.

મતદાનના દિવસે બહાર ફરવા જતા રહેવું, ઘરમાં અન્ય કામોમાં વ્યસ્ત રહેવું અથવા આળસ થી મત આપવા ન જવું વિગેરે કારણોને લીધે મતદાન ઓછું થાય છે.

“જેટલું વધુ મતદાન તેટલા જાગૃત નાગરિક”

તો આવો આપણે સૌ સાથે મળી ૫ ડિસેમ્બરના રોજ સવારે ૮ કલાકથી સાંજે 5 કલાક સુધી શક્ય તેટલું વધુ મતદાન થાય તેવા પ્રયત્ન કરીએ અને લોકશાહીના પાયાને મજબૂત બનાવીએ.

જય હિન્દ
વંદે માતરમ.
ભારતમાતાકી જય.

admin

The author admin

Leave a Response